જામનગર શહેર અને જિલ્લાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતાં 100થી વધુ ગરીબ માછીમારો સાથે વિશ્ર્વાસઘાત કરી પશ્ચિમબંગાળના ચાર શખ્સો અંદાજે એક કરોડનું ફુલેકું ફેરવી પલાયન થઇ ગયાના બનાવમાં માછીમારોએ જિલ્લા પોલીસવડાને રજુઆત કરી કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
આ કૌભાંડ અંગેની વિગત મુજબ જામનગર શહેરના બેડી માધાપર ભુંગા રીંગરોડ ઉપર આવેલી ડેરીની સામેના ભાગમાં એક મકાનમાં માછીમારીનો વેપાર કરવા માટે આઠ માસ પહેલાં ઓફિસ શરૂ કરવામાં આવી હતી. આ ઓફિસના સંચાલક પશ્ર્ચિમ બંગળાના ચોધરી નલીન પતારી, સાબુજ બીમલ મંડલ ઉર્ફે સંતોષ મંડલ, કૌશિક ઉર્ફે બાબુ અને સુમન ચૌધરી પતારી નામના ચાર શખ્સો દ્વારા જામનગર જિલ્લાના માછીમારો પાસેથી માછલીઓનો વેપાર કરવાની શરૂઆત કરી હતી. અને શરૂ શરૂમાં ગરીબ માછીમારોને તાત્કાલીક પૈસા ચુકવી દઇ અસંખ્ય માછીમારોનો વિશ્ર્વાસ જીતી લીધો હતો. જેના કારણે જામનગરના બેડી અને માધાપર ભુંગા તથા સિકકા, જોડિયા, બેડ, વાડિનાર સહિતના 100થી વધુ માછીમારોએ આ વેપારીને ત્યા માછલીઓ આપતા હતાં.
દરમ્યાન છેલ્લાં 3 માસ પહેલાં બેડીના સમીર કાદર કકલની રૂા.3,43,000 તેમજ ગુલામ કરીમ છરેચાના રૂ.99,000, મજીદ કાદરચનાના રૂા.33,000, હુશેન કાદર ચનાના રૂા.26,400, જીતેન્દ્ર મગનભાઈ ચૌહાણના રૂા.3,800, અવેશ ઓસમાણ ભખર ના રૂા.22,000 અને હાસમ છરેચાના રૂા.1,73,000 હારૂન અલાયા લોડ2ાના રૂા.16,280 આમદ અલાયા લોડ2ાના રૂા.50,820 હુ2 દીનમામદ રેલીયાના રૂા.1,13,000, અસગર ઓસમાણ અંગારીયાના રૂા.37,000, એલીયાસ હાજી ભટ્ટીના રૂા.1,17,000 તથા ઈ2ફાન ગફાર માણેકના રૂ.38,000 તથા હાસમ મામદ સંઘા2ના રૂા.38,000નો માલ લઈ અને તેઓને તે માછીમા2ીના માલના પૈસા ન આપીને પોતાની ઓફિસ બંધ કરી અને બારોબાર નાસી ગયેલ છે.
ઉપરાંત આ માછીમારો સિવાયના અન્ય ઘણાં ગરીબ માછીમારોના માલના પૈસા નહી ચૂકવી પશ્ચિમબંગાળના ચાર શખ્સો તેમની ઓફિસને તાડા મારીને નાસી ગયા છે. ચાર શખ્સો દ્વારા પૂર્વ આયોજીત કાવતરૂ રચી અંદાજે 1 કરોડની રકમની ફુલેકું ફેરવી માછીમારો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી. જામનગરના કોંગ્રેસ અગ્રણી અને એડવોકેટ હારૂન પલેજાએ છેતરપીંડીનો ભોગ બનેલા માછીમારો સાથે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયને અરજી કરી નાશી ગયેલા પશ્ર્ચિમબંગાળના ચાર કૌભાંડકારીઓને ઝડપી લેવા અપીલ કરી હતી.