Monday, January 13, 2025
Homeરાજ્યતા.1 જૂનથી 30 જુલાઈ સુધી માછીમારોને સમુદ્રમાં જવા પર પ્રતિબંધ

તા.1 જૂનથી 30 જુલાઈ સુધી માછીમારોને સમુદ્રમાં જવા પર પ્રતિબંધ

દ્વારકા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું

- Advertisement -

સામાન્ય રીતે જુન માસથી દર વર્ષે દરિયો તોફાની થઈ જતો હોય છે આથી મત્સ્યોદ્યોગ વિભાગ તથા પોર્ટ ઓફિસરઓ દ્વારા માછીમારોને આવી સીઝનમાં સમુદ્રમાં માછીમારી માટે જવા પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનઅધિકૃત રીતે કોઈ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં સમુદ્રમાં રહેલ માછીમારોનું જાનનું જોખમ ઉભું થાય તેવો પુરતી સંભાવના હોવાથી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, ઓખા દ્વારા જાહેરનામું બહાર પાડવા રજુ કરેલ દરખાસ્ત જરૂરી જણાતાં કે.એમ.જાની, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારકા દ્વારા નીચે મુજબના પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવે છે. માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક એરીયામાંથી કોઈ પણ માછીમારોએ કે અન્ય વ્યકિતઓએ તા.1/6/2021 થી તા.30/7/2021 બન્ને દિવસો સહિતના સમય દરમ્યાન માછીમારી માટે કે અન્ય હેતુસર સમુદ્રમાં કે ક્રીક એરિયામાં જવું નહીં અને કોઈ પણ બોટની અવર જવર કરી શકાશે નહી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular