વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખામાં રહેતા ધીરુભાઈ શુક્કરભાઈ હળપતિ નામના 49 વર્ષના આધેડને પેટમાં પાણી ભરાવાની બીમારી હોય, તે દરમિયાન ગઈકાલે બુધવારે સવારના સમયે તેમને દુર્ગાદેવી બોટમાં હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ દિનેશભાઈ વિઠ્ઠલભાઈ ટંડેલએ ઓખા મરીન પોલીસને કરી છે.