એક તરફ યુપી અને એમપી જેવા રાજયોમાં હજી પણ વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે દેશના પહાડી રાજયોમાં ધુમ્મ્સ વચ્ચે ઠંડીએ પણ ટકોરા મારવાના શરુ કરી દીધા છે.કાશ્મીરમાં ગુલમર્ગમાં શિયાળાની પહેલી બરફવર્ષા થઈ છે.જેનાથી સ્થાનિક લોકોમાં પણ ખુશીનો માહોલ છે.
ગુલમર્ગમાં 2.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.જયારે પહેલગામમાં ઓછામાં ઓછુ 7.1 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.કારિગલમાં નવ ડિગ્રી તથા લેહમાં તાપમાનો પારો 3.6 ડિગ્રી સુધી ગગડ્યો હતો. બીજી તરફ દિલ્હીમાં હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.


