Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરસોમનાથ દાદાએ ધારણ કરી હાલારી પાઘ

સોમનાથ દાદાએ ધારણ કરી હાલારી પાઘ

જાણો...શું છે સોમનાથ મંદિરનો જામનગર સાથેનો નાતો

- Advertisement -

આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ દાદાએ હાલારી પાઘ ધારણ કરી અનેરી છટા વિખેરી હતી. જામનગરમાં ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા પૃથ્વી ટ્રાવેલ્સના માલીક વિક્રમસિંહ જાડેજા પરિવાર દ્વારા છેલ્લાં 10 વર્ષથી શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ દાદાને હાલારી પાઘ અર્પણ કરવામાં આવે છે. આજે સવારે પણ વિધીવત પૂજન અર્ચન કર્યા બાદ સોમનાથ મહાદેવને આ ભવ્ય પાઘ (પાઘડી) ધારણ કરાવવામાં આવી હતી. આમ તો જામનગર અને સોમનાથ મંદિરનો બહુ જુનો સંબંધ રહેલો છે. સોમનાથ મંદિરના જીણોદ્વારમાં જામનગરના પૂર્વ રાજવી દિગ્વિજયસિંહજી ખુબ મોટું યોગદાન રહેલું છે. આથી જ સોમનાથ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારને દિગ્વિજય દ્વાર નામ આપવામાં આવ્યું છે. હાલારી પાઘમાં સોમનાથ દાદાના દિવ્ય દર્શન કરીને શ્રધ્ધાળુંઓ પુલકિત થઇ ઉઠયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular