Tuesday, December 16, 2025
Homeરાજ્યજામનગરVideo : મહારાણા પ્રતાપ જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે પ્રથમ વખત રાજપૂત સમાજનું...

Video : મહારાણા પ્રતાપ જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે પ્રથમ વખત રાજપૂત સમાજનું સમુહ ભોજન

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓની ઉપસ્થિતિ : 5ૂર્વરાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાની રક્તતુલા : કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહિર, કિંજલબેન દવેનો ભવ્ય લોક ડાયરો : સોમવારે સાંજે ભવ્ય શોભાયાત્રા

જામનગર અને દેવભૂમિ દ્વારકા રાજપૂત સેવા સમાજ દ્વારા પ્રથમવાર રાજપૂત સમાજનું વાત્સલ્ય જમણવાર હાલારનો નવો રાજપૂત સમાજનો ઇતિહાસ કંડારવા જઈ રહ્યું છે. રાષ્ટ્રવીર ક્ષત્રિયકુળના શિરોમણિ અને વીર યોદ્ધા મહારાણા પ્રતાપની જન્મજયંતીની વિશિષ્ટ ઉજવણી પ્રસંગે સૌરાષ્ટ્ર રાજપૂત સમાજની તન-મન-ધનથી ઉમદી સેવા કરતા રાજપૂત સમાજના ગૌરવરૂપ વ્યકિત વિશેષ ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પૂર્વ રાજયમંત્રી, ગુજરાત રાજય) હાલારના પ્રથમ રાજપૂત મહિલા ધારાસભ્ય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્નિ રીવાબા જાડેજાનું રકતતુલા દ્વારા બન્ને મહાનુભાવોનું સન્માન સમારંભ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલના અધ્યક્ષસ્થાને યોજાનાર હોઈ જેને લઈને રાજપૂત સમાજમાં અનેરા ઉત્સાહનું મોજુ અને યુવાધનમાં આ ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા આગામી સોમવારે મોટાપાયે સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ આયોજનના ભાગરૂપે મુખ્ય અને મહત્વનો કાર્યક્રમ છે. સન્માન અને રકતતુલાનો. જામનગર ઉત્તર (78) બેઠકના ધારાસભ્ય તરીકે 2012થી 2022 સુધી (10 વર્ષ સેવા આપનાર ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) અને તાજતેરની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે વિજેતા થનાર રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાને સન્માનવા તેઓની 2કતતુલા કરવામાં આવશે.
આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સી.આર.પાટિલ (પ્રદેશ પ્રમુખ, ગુજરાત ભાજપ તથા સાંસદ, નવસારી), રત્નાકર (પ્રદેશ સંગઠન મહામંત્રી-ગુજરાત ભાજપ), હર્ષભાઈ સંઘવી (ગૃહ રાજ્યમંત્રી-ગુજરાત), આર.સી. ફળદુ (પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ-ગુજરાત ભાજપ), ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (પૂર્વમંત્રી-ગુજરાત રાજ્ય તથા વરિષ્ઠ આગેવાન, ગુજરાત રાજપૂત સમાજ), પ્રદીપસિંહ વાઘેલા (પ્રદેશ મહામંત્રી-ગુજરાત ભાજપ), નરેશભાઈ પટેલ (પ્રમુખ ખોડલધામ સમિતિ-કાગવડ), ડો. ભરતભાઈ બોઘરા (પ્રદેશ ઉપપ્રમુખ – ગુજરાત ભાજપ), રઘુભાઈ હુંબલ (પ્રદેશ મંત્રી-ગુજરાત ભાજપ), ડો. જયેન્દ્રસિંહ જાડેજા (મેનેજીંગ ડિરેક્ટર-અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ગુજરાત પ્રદેશ), રાજભા ચુડાસમા (મામા સરકાર-માંગરોળ), ડો. યોગરાજસિંહ જાડેજા (જાબીડા) (પ્રમુખ-મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન રાજકોટ) હાજરી આપશે.

- Advertisement -

મહારકતદાન શિબિરનો કાર્યક્રમ પટેલ કોલોની શેરી નં.12, (ગાંધીનગર રોડ)માં આવેલ ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી (વિશ્ર્વકર્મા બાગ) ખાતે તા.22 મેના રોજ યોજાયેલ છે. બંને મહાનુભાવોની રકતતુલા કર્યા બાદ આ રકતનું દાન જી.જી. હોસ્પિટલ સંલગ્ન બ્લડ બેંકને કરવામાં આવનાર છે. આ પ્રસંગે આશરે 15 હજાર વધુ લોકોનો ભોજન સમારોહ પણ યોજાશે. આ ઉપરાંત રાત્રે પદમ બેન્કવેટ હોલ પાર્ટી પ્લોટ ખાતે લોકડાયરો યોજાનાર છે જેમાં કિર્તીદાન ગઢવી, કિંજલ દવે અને માયાભાઇ આહીર તેના સુમધુર સ્વર રેલાવી શ્રોતાઓને ડોલાવશે.

આ સાથે-સાથે કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો બ્લડ ડોનેશન કેમ્પ ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, ગાંધીનગર મેઈન રોડ, બપોરના 2 થી સાંજે 7 દરમ્યાન તથા શોભાયાત્રા સાંજે 6 કલાકે ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, ગાંધીનગરથી પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રામાં અનેક રાજપૂત સમાજના આગેવાનો સહિતના લોકો જોડાશે ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવશે. આ શોભાયાત્રા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ રાત્રે 9 વાગ્યે ક્રિકેટ બંગલો પાસે કરશે, રાજપૂત વાત્સલ્ય ભોજનના દાતા તરીકે પૂર્વ રાજયમંત્રી અને ચેરમેન-ભાગ્યલક્ષ્મી એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા જોડાયેલ છે અને રાત્રે 9 કલાકે લોક્ડાયરો તેમજ રાત્રિના 10 કલાકે રક્તતુલાનો કાર્યક્રમ અને સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular