Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સૌપ્રથમ વખત મેટલ રીસાયકલીંગ ઈન્ડસ્ટ્રીના પ્રશ્નો અંગે કોન્ફરન્સ - VIDEO

જામનગરમાં સૌપ્રથમ વખત મેટલ રીસાયકલીંગ ઈન્ડસ્ટ્રીના પ્રશ્નો અંગે કોન્ફરન્સ – VIDEO

મીનીસ્ટ્રી ઓફ માઇન્સ ભારત સરકારના જોઇન્ટ સેક્રેટરી ઉપેન્દ્ર જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે : જામનગરના ચાર પેઢીઓમાં પ્લાન્ટ વિઝિટ કરાશે

- Advertisement -

મેટલ રીસાયકલીંગ એસો. ઓફ ઈન્ડીયા, જામનગર ફેકટરી ઓનર્સ એસો. તથા એકઝીમ મેટલ મર્ચન્ટ એસો.જામનગરના સંયુકત ઉપક્રમે આવતીકાલે સાંજે 6 વાગ્યે બેંકવેલ્ટ હોલ, ઓશવાળ સેન્ટર જામનગર ખાતે એક અવેરનેશન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં કોન્ફરન્સ્ની માહિતી આપવામાં આવી હતી.

- Advertisement -

ભારત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. ભારત એક વિશાળ વિવિધતા ધરાવતો દેશ છે. સ્થાયી વિકાસ લક્ષ્યાંક 2030 હેઠળ પરીપત્ર અર્થતંત્રને પ્રોત્સાહન આપવા ઉપર ભાર આપવા, કચરો અને પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવા જેમાં કાર્બન નિષ્ક્રીયકરણ લક્ષ્યો અને પરિપત્રો, અર્થતંત્રના લાભો મેળવવા માટે સ્ક્રેપ મેટલ રિસાઈકલીંગ ઉદ્યોગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ પરિપત્ર અર્થ વ્યવસ્થા કેમ્પીંગ 2023 ની ઉજવણી નિમિત્તે કોન્ફરન્સ, પ્લાન્ટની મુલાકાતો, શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન, ખાણ મંત્રાલય અને સ્ટીલ મંત્રાલય, ભારત સરકારના જે.એન.એ.આર.ડી.ડી.સી. અને મટીરિયલ રિસાઈલીંગ એસો.ઓફ ઈન્ડીયા (એમ.આર.એ.આઈ.) સાથે સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ પ્રોગ્રામની થીમ સસ્ટેનેબિલિટી/લાઈફસ્ટાઈલ ફોર ધ એન્વાયરમેન્ટ ઉપર આધારિત છે.

- Advertisement -

આઝાદી કા અમૃત મહોત્સવનો હેતુ ભારતમાં ફેરસ અને નોન ફેરસના તમામ મુખ્ય કલસ્ટરોમાં સહયોગી કેમ્પીંગ અને આઉટરિચ દ્વારા સ્થીર ભારત માટે સ્ક્રેપ રીસાઈકલીંગ અને કચરાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ કેમ્પીંગે હેઠળ મટીરિયલ રીસાયકલીંગ એસો. ઓફ ઈન્ડીયા, જામનગર ફેકટરી ઓનર્સ એસો., ખાણ મંત્રાલય અને સ્ટીલ મંત્રાલયના નેજા હેઠળ જામનગરમાં તા.10 મે ના રોજ ત્રીજી સ્ક્રેપ રીસાયકલીંગ અને વેસ્ટ યુટીલાઈઝેશન ડ્રાઇવનું આયોજન સસ્ટેનેબલ એન્ડ સર્કયુલર ભારત : ઝીરો વેસ્ટ તરફ મેટલ પ્રોસેસિંગમાં અંગે ઓશવાળ સેન્ટર બેંક વેલ્ટ હોલમાં સાંજે 6 વાગ્યાથી કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ તેમજ ખાણ મંત્રાલયના સંયુકત સચિવ યુ.સી. જોશી, અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહી કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન આવેલી ટીમ જામનગરમાં આર્ટીઅર એકવાક્રાફટ, રાજહંસ મેટલ્સ, શિવ ઓમ બ્રાસ અને સામંજસ ઉદ્યોગ ખાતે પ્લાન્ટ વિઝીટ પણ કરશે. આ કોન્ફરન્સનો ઉદેશ સ્ક્રેપ રીસાઈકલીંગ અને વેસ્ટ યુટિલાઈઝેશન વિશે જાગૃતિ લાવવાનો અને પડકારરૂપ ઉદ્યોગ મુદ્દાને સમજવાનો છે. આ કાર્યક્રમને એકઝીમ અને જેએફઓએ સહિત જામનગર બ્રાસ ઈન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા સપોર્ટ મળ્યો છે. તેમજ રાજહંસ ઈમ્પેકટ, શિવ ઓમ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ, ભવાની એકસટુઝન્સ અને મેસ્કોટ મેટલ ટે્રડર્સ દ્વારા પણ સપોર્ટ આપવામાં આવ્યો છે.

- Advertisement -

જામનગર બ્રાસ એન્ડ કોપર કલસ્ટર આપણા દેશ માટે વિદેશી મુદ્રા કમાઈને ભારતીય અર્થવ્યવસ્થા વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. હવે તે ખતમ થવા પર ઘુટણિયે જઈ રહ્યું છે અને પોતાને બચાવવા અને ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ કાર્યક્રમનો હેતુ કચરાનો ઉપયોગ અને સ્ક્રેપ રીસાયકલીંગ ઉદ્યોગ વિશે વધુ જાગૃત્તિ લાવવા અને તેમના ઉત્પાદનમાં સ્થાયી આધારિત અને સમગ્ર સપ્લાય ચેઈન ફેરફારોને અનુરૂપ બનાવવા માટે પણ છે. આ કેમ્પીંગ શૂન્ય કાર્બન ઉત્સર્જન અને શૂન્ય કચરો હાંસલ કરવા માટે નવી તકનીકોને અપનાવવા પર વધુ ભાર મુકે છે.

આ કોન્ફરન્સમાં દેશની મેટલ રીસાઈકલીંગ ઈન્ડસ્ટ્રીઝના પ્રશ્ર્નો, પડકારો તથા રીસાયકલીંગ પ્રત્યે લોકોમાં જાગૃત્તિ લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોના ભાગરૂપે તેમના માર્ગદર્શનથી સમગ્ર દેશમાં યોજાઈ રહેલી અવેરનેશ પ્રોગ્રામ અનુસંધાને બ્રાસસીટી જામનગરના અગ્રગણ્ય ઉદ્યોગકારો સાથે ચર્ચા કરવા તથા જાગૃત્ત કરવા માટે યોજાનાર છેે. જામનગર ખાતે સૌપ્રથમ વખત યોજાનાર આ કોન્ફરન્સમાં મીનીસ્ટ્રી ઓફ માઈન્સ ભારત સરકારના જોઇન્ટ સેક્રટરી ઉપેન્દ્ર જોશી, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા, મેટલ રીસાયકલીંગ એસો.ના પ્રમુખ સંજયભાઈ મહેતા ઉપસ્થિત રહેશે.

આ પત્રકાર પરિષદમાં ભરતભાઈ દોઢીયા, ધર્મેન્દ્રભાઈ જોશી, મનસુખભાઈ સાવલા, જીનેશભાઈ શાહ, અશોકભાઈ જોબનપુત્રા, પ્રકાશભાઈ દુદાણી તથા કિંજલભાઈ ચંદરીયા ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular