Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરજામનગરના દરેડમાં યુવતી ઉપર ફાયરીંગ

જામનગરના દરેડમાં યુવતી ઉપર ફાયરીંગ

બપોરે બે રાઉન્ડ ફાયરીંગ થતા યુવતી ઘાયલ : જીજી હોસ્પિટલમાં ખસેડાઈ

જામનગર તાલુકાના દરેડ નજીક આવેલા વિસ્તારમાં આજે બપોરના સમયે યુવતી ઉપર બે રાઉન્ડ ફાયરીંગ કરાતા ભાગદોડ મચી ગઈ હતી. ઘાયલ યુવતીને સારવાર માટે જીજી હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતા ગ્રામ્ય ડીવાયએસપી સહીત નો કાફલો ઘટના સ્થળ અને હોસ્પીટલે દોડી ગયો હતો.

- Advertisement -

 

- Advertisement -

ફાયરિંગની ઘટનાની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામ નજીક આવેલા મુરલીધર પાર્ક વિસ્તારમાં આજે બપોરના સમયે આરાધના નામની યુવતી ઉપર ફાયરિંગના બે રાઉન્ડ થવાથી એક ગોળી યુવતીને વાગતા વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. ત્યારબાદ ઘવાયેલી હિન્દી ભાષી યુવતીને સારવાર માટે જીજી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. અને બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ ફાયરિંગની ઘટનાની જાણ થતા ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ સહિતનો સ્ટાફ હોસ્પીટલે પહોચી ગયો હતો. અને ઘવાયેલી યુવતીનું નિવેદન મેળવવા તજવીજ હાથ ધરતા પ્રાથમિક તારણમાં યુવતી અને તેણીના પતિ વચ્ચે ઝગડો થવાથી ફાયરીંગ થયાનું ખુલ્યું હતું. તેમજ ફાયરીંગ યુવતીના પતિ દ્વારા કરાયું હોય પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular