દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયાથી ભાણવડ રોડ ઉપર આવેલા નવી ફોટ ગામે નજીક શનિવારે સવારના સમયે પસાર થઈ રહેલી એક મારુતિ વેન મોટર કારમાં એકાએક આગ ભભુકી ઊઠી હતી. સી.એન.જી. ગેસ સિલિન્ડર ધરાવતી જી.જે. 03 ડી.એન. 1983 નંબરની આ મારુતિ મોટરકારમાં લાગેલી આગ અંગેની જાણ અહીંના ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફના સંજય ભાટુ અને હરજુગ ગઢવીએ તાકીદે ઘટના સ્થાને દોડી જઈ, અને પાણીનો મારો ચલાવી, આગ પર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે આ આગમાં મોટી જાનહાની થતા અટકી હતી.