જામનગર શહેરમાં નંદનવન પાર્ક શેરી નં. 5, જડેશ્ર્વર પાર્કની સામેના ભાગમાં હિતેશભાઇ ચુડાસમાની માલિકીના મકાનમાં બીજા માળે શોર્ટ-સર્કિટના કારણે આગ લાગી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગને પરિણામે ઘર વખરીનો સામન બળી ગયો હતો. સદ્નસિબે કોઇ જાનહાની થઇ ન હતી.