જામનગર શહેરમાં લાલવાડી વિસ્તારમાં આવેલા ઝૂંપડામાં આજે સવારના સમયે અકસ્માતે આગ લાગી હતી.
આ ઝૂંપડામાં લાગેલી આગના કારણે આ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. આ આગ અંગે ફાયર વિભાગને જાણ કરાતા જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટૂકડીએ દોડી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ આગને પરિણામે આજુબાજુના ચારથી પાંચ ઝૂંપડા પણ બળીને ખાક થઇ ગયા હતાં. સદ્નસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. જો કે, નજીકમાં જ કામ કરતાં મજૂરોના આ ઝૂંપડા સગળવાથી શાકભાજી, કરિયાણું, કપડાં સહિતની વસ્તુઓ આગની ઝપેટમાં આવી ગઇ હતી.
View this post on Instagram


