Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં કારખાનામાં આગ - VIDEO

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં કારખાનામાં આગ – VIDEO

સ્કૂટરો સળગી ગયા, ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવાઈ, શોર્ટ સર્કિટથી આગનું તારણ

- Advertisement -

જામનગરના ઉદ્યોગનગરમાં બપોરના સમયે કારખાનામાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી. આગને પરિણામે વાહનો સળગી જતા નુકસાની થઈ હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ તોસી ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં બુધવારે બપોરના સમયે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગને પરિણામે વાહનો પણ ઝપટમાં આવતા બળી ગયા હતાં સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular