જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગને વધુ સુસજ્જ બનાવવા અનેકવિધ પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે મહાનગરપાલિકાના પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ વિભાગ દ્વારા નવા અતિઆધુનિક વાહનો ખરીદવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. જે અંતર્ગત 7000 લીટરની પાણીની કેપેસિટી વાળા બે નવા ફાયર ફાઈટરો જામનગર મહાનગરપાલિકાની કચેરીને મળી ચૂકયા છે. આજે 7000 લીટરની પાણીની કેપેસિટીવાળા બે અતિ આધુનિક ફાયર ફાઇટરો ફાયર શાખા ખાતે આવી પહોંચ્યા હતાં. જે આગામી દિવસોમાં તેનો ઉપયોગ શરૂ કરવામાં આવશે.