જામનગરની જી. જી. હોસ્પિટલમાં આગની મોકડ્રીલ યોજાઈ હતી. જી. જી.હોસ્પિટલમાં આગ લાગ્યાનો મેસેજ મળતા ફાયર વિભાગ સહિતની ટીમો દોડી ગઈ હતી અને આગને કાબુમાં લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન આગના બનાવને મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી. કોરોના કાળ બાદ દર મહિને હોસ્પિટલ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે.