દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં લાગેલી ભીષણ આગમાં સાત લોકોના મોત થયા છે. મોડી રાત્રે આગ લાગ્યાના સમાચાર મળતાં જ ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી આગ કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં 7લોકોના સળગી જવાથી મોત થયા છે.
#delhi #fire #Video #breakingnews #khabargujarat
દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં વિકરાળ આગ લાગી
60 ઝુંપડાઓ બળીને ખાખ
7 લોકોના મૃત્યુ pic.twitter.com/ejmSLhjpvU— Khabar Gujarat (@khabargujarat) March 12, 2022
રાત્રે 1 વાગ્યાની આસપાસ ફાયર કર્મીઓને દિલ્હીના ગોકુલપુરી વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાના સમાચાર મળ્યા. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને ત્યાંની ઝૂંપડપટ્ટીમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેવાનું શરૂ કર્યું હતું. આગને કારણે 60 ઝૂંપડીઓ સંપૂર્ણપણે નાશ પામી છે.આગને કાબૂમાં લેવા માટે એક ડઝનથી વધુ વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન ફાયરના જવાનોએ અંદરથી 7 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
આ 7 મૃતદેહ અલગ-અલગ પરિવારના સભ્યોના છે. મળતી માહિતી મુજબ, અહીં ઝૂંપડપટ્ટીનો મોટો વિસ્તાર છે, જેના કારણે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી. પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે ત્યાં સિલિન્ડર બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો.