Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરલાભપાંચમની પરોઢે શહેરની બે દુકાનોમાં આગ...

લાભપાંચમની પરોઢે શહેરની બે દુકાનોમાં આગ…

જામનગર શહેરમાં દિવાળીની રાત્રિના સમયે જુદા જુદા બે ડઝન જેટલા સ્થળોએ નાના મોટા આગના બનાવો બન્યા હતાં. જોકે, સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી. આ સફરના તહેવાર દરમિયાન લાભપાંચમના વહેલીસવારે શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવની સામે ઈટાલીયન પીઝેરીયા અને શ્રી જશરાજ જ્યુસ એન્ડ કોલ્ડ્રીંકસ નામની બે દુકાનોમાં આગ લાગ્યાની જાણ થતા જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમે ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્ર્નોઇના માર્ગદર્શન હેઠળ ફાયર ટીમે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી જઇ પાણીના મારા વડે આગને કાબુમાં લીધી હતી. જો કે, સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular