Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરવિજરખી ડેમમાં લાપત્તા બનેલા રાજકોટના યુવાન મૃતદેહ સાપડયો

વિજરખી ડેમમાં લાપત્તા બનેલા રાજકોટના યુવાન મૃતદેહ સાપડયો

ગુમ થનારનું બાઇક કાંઠેથી મળી આવ્યા : રાજકોટનો યુવાન ગઇકાલે સવારે નીકળ્યા પછી વિજરખી ડેમ પાસે આવી લાપતા

- Advertisement -

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર વિજરખી ડેમ પાસેથી પરોઢીયે ત્રણ વાગ્યે એક બાઇક ડેમના કાંઠે પડ્યું હોવાની માહિતીના આધારે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડીએ ડેમમાં મોડી રાત્રે શોધખોળ કાર્ય હાથ ધર્યા પછી પણ તેનો પત્તો નહીં મળતાં સર્ચ ઓપરેશન અટકાવી દેવાયું છે. રાજકોટમાંથી લાપતા બનેલો યુવાન સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં ફરીને કાલાવડ રોડ પરથી વિજરખી તરફ આવ્યો હોવાનું સીસીટીવી કેમેરાઓ ની મદદથી જાણવા મળ્યું હતું. રાજકોટમાં રહેતો રશ્મીકાંત રમેશભાઈ ગજ્જર(ઉ.વ.35) નામના યુવાન સવારે પોતાના ઘેરથી બાઇક લઇને નીકળી ગયો હતો, જે ગુમ થયો હોવાની પરિવારજનોએ જાણ કરતાં રાજકોટ ગામ્ય વિસ્તારની પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી, અને રાજકોટના લોધીકા સહિતના ગામ્ય વિસ્તારોના સીસીટીવી કેમેરામાં તે દેખાયો હતો. અંતમા તેની હાજરી કાલાવડ રોડ પર વિજરખી ડેમ સુધી જોવા મળી હતી.

- Advertisement -


તેમજ ડેમના વિસ્તારમાંથી બાઈક અને સિગરેટ તથા તમાકુ નો વ્યસની હોવાથી તેને લગતી સામગ્રી પણ મળી આવી હતી. જામનગરના પંચકોશી એ ડિવિઝનના પોલીસ સ્ટાફે આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. અને ફાયર બ્રિગેડની મદદથી વિજરખી ડેમ ના પાણી ને ડહોળવાનું શરૂ કરાયું છે. શુક્રવારે ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. જેમાં મોડી સાંજ સુધી પતો ન લાગતા આજે સવારે જ ફાયર બ્રિગેડ દ્વારા રશ્મીકાંત નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular