જામનગર તાલુકાના ઠેબા ગામે રહેતી યુવતીના લગ્નના પાંચ વર્ષ થયા બાદ સંતાન ન થતા જીંદગીથી કંટાળીને શરીરે કેરોસીન રેડી દિવાસળી ચાપી અગ્નિસ્નાન કરતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતી લાભુબેન રામાભાઇ રાતડીયા(ઉ.વ.26) નામની યુવતીના લગ્ન પાંચ વર્ષ પૂર્વે રામાભાઇ ભરવાડ સાથે થયા હતાં. લગ્ન જીવનના પાંચ વર્ષ દરમ્યાન સંતાન ન થતાં જીંદગીથી કંટાળીને શુક્રવારે રાત્રીના સમયે તેના ઘરે શરીર ઉપર કેરોસીન રેડી દિવાસળી ચાપી અગ્નિસ્નાન કરતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેણીનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગે મેસુર મકવાણા દ્વારા જાણ કરાતાં હેકો.એચ.બી.પાંડવ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી.
જામનગર તાલુકાના ઠેબામાં નિસંતાન યુવતીનું અગ્નિસ્નાન
લગ્ન જીવનના પાંચ વર્ષ દરમ્યાન સંતાન ન થતાં જીંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કાર્યવાહી


