Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરગોકુલનગરમાં ક્રિષ્ના ટેનામેન્ટના મકાનમાં આગ

ગોકુલનગરમાં ક્રિષ્ના ટેનામેન્ટના મકાનમાં આગ

ઇલેકટ્રીક વાયરીંગ, ફ્રિઝ સહિતના ઉપહરણો સળગી ગયા

- Advertisement -

જામનગર શહેરમાં ગોકુલનગર-રડાર રોડ ઉપર રહેણાંક મકાનમાં આજે સવારે અકસ્માતે આગ ભભૂકી ઉઠતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગને કાબુમાં લીધી હતી. સદ્નસિબે કોઇ જાનહાની થઇ ન હતી, પરંતુ ફ્રિઝ, ઇલેક્રટ્રીક વાયરીંગ સહિતની સામગ્રી બળીને ખાખ થઇ ગઇ હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરમાં ગોકુલનગર-રડાર રોડ ઉપર નિલેશભાઇ ધીરુભાઇ સિહોરાના ક્રિષ્ના ટેનામેન્ટમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. આ અંગે ફાયર વિભાગના જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી હતી. સદ્નસિબે કોઇ જાનહાની થઇ ન હતી. આ આગને કારણે મકાનના ઇલેકટ્રીક વાયરીંગ તેમજ ફ્રિઝ સહિતની ઘરની સામગ્રી બળીને ખાખ થઇ ગઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular