જો તમારી પાસે બેંક સંબંધિત મહત્વનું કામ છે, તો આજે જ તેના વ્યવહાર પૂર્ણ કરી લેજો કારણ કે આવતીકાલથી બેંક સતત 3 દિવસ સુધી બંધ રહેશે. 28 થી 31 ઓગસ્ટ સુધી બેંકોમાં કામ નહીં થાય. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) અનુસાર બેન્કો આ મહિનાના છેલ્લા સપ્તાહમાં 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. જોકે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન બેંકિંગ સેવાઓ અને એટીએમ સેવાઓ કાર્યરત રહેશે.
RBI અલગ-અલગ રાજ્યોમાં ત્યાંના સ્થાનિક તહેવારોને ધ્યાને લઈ અલગ-અલગ ઝોન માટે બેંકની રજાઓની યાદી જાહેર કરે છે. RBIએ આ સપ્તાહમાં 4 દિવસની રજાઓ નિર્ધારિત કરી છે. જોકે, આ રજાઓ દરેક રાજ્યની બેંકો માટે લાગુ નથી.
28 ઓગસ્ટ : ચોથો શનિવાર
29 ઓગસ્ટ : રવિવાર
30 ઓગસ્ટે : જન્માષ્ટમી
31 ઓગસ્ટે પણ જન્માષ્ટમીના કારણે કેટલીક બેંકોમાં રજા રહેશે