Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીય8 માર્ચના દિવસે જ શા માટે ઉજવવામાં આવે છે મહિલા દિવસ...જાણો

8 માર્ચના દિવસે જ શા માટે ઉજવવામાં આવે છે મહિલા દિવસ…જાણો

- Advertisement -

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવાનો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ મહિલા અધિકાર ચળવળનું કેન્દ્રબિંદુ પણ છે, જે લિંગ સમાનતા, અધિકારો અને મહિલાઓ સામે હિંસા અને દુર્વ્યવહાર જેવા મુદ્દાઓ તરફ ધ્યાન દોરે છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કોઈને કોઈ થીમ પર આધારિત હોય છે અને આ વર્ષે તેની થીમ છે  ‘Gender equality today for a sustainable tomorrow’ એટલે કે ‘ટકાઉ આવતીકાલ માટે આજે જ લિંગ સમાનતા’.

- Advertisement -

શું છે મહિલા દિન પાછળનો ઈતિહાસ

જો તમે ઈતિહાસમાં નજર નાખો તો, સ્ત્રીઓ પાસે એવા અધિકારો ન હોતા જે પુરુષો પાસે હતા અને જે સ્ત્રીઓને પણ મળવા જોઈએ. તેમના કામના કલાકો લાંબા હતા, તેમને કામના હિસાબે બહુ ઓછો પગાર મળતો હતો અને તેમને મત આપવાનો અધિકાર પણ ન હોતો. 1908માં મહિલાઓમાં આ ભેદભાવ અને જુલમ પર ચર્ચા થઈ અને અંતે પોતાનો અવાજ ઉઠાવીને લગભગ 15,000 મહિલાઓએ ન્યૂયોર્કના રસ્તાઓ પર રેલી કાઢી. 1910માં કોપનહેગનમાં વર્કિંગ વુમનને લઈને એક કોન્ફરન્સ થઈ હતી.

- Advertisement -

1911 માં, જર્મનીની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા, ક્લેરા ઝેટકિને, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પ્રસ્તાવ મૂક્યો અને 19 માર્ચે તેની ઉજવણી કરી. તે જ સમયે, 1913-1914 માં, રશિયામાં 23 ફેબ્રુઆરીએ પ્રથમ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને બાદમાં તેને વૈશ્વિક સ્તરે 8 માર્ચે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા દિવસની ઉજવણી 1975માં શરૂ થઈ હતી.

આ દિવસ માત્ર એટલા માટે નથી ઉજવાતો કે કે તેને કેલેન્ડરમાં દર્શાવવો પડે છે પરંતુ આજે પણ એવી ઘણી મહિલાઓ છે જેઓ ઉત્પીડનનો શિકાર છે, શિક્ષણથી વંચિત છે, ભ્રૂણ હત્યા માટે મજબૂર છે, જેમની પાસે કામનું કોઈ સાધન નથી. નથી અથવા ભૂખમરામાં જીવી રહી છે. તેમના માટે અવાજ ઉઠાવવો અને આ ભેદભાવ ઓછો કરવો જરૂરી છે, એટલા માટે આજે પણ આ દિવસનું એટલું જ મહત્વ છે જેટલું વર્ષો પહેલા હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular