જામનગરના નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા નિવૃત થતાં તેમના ખાલી પડેલા સ્થાને મિતેશ પંડ્યા (જીએએસ)ની નિમણૂંક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જામનગરના નિવાસી અધિક કલેકટર તરીકે નિમણૂંક પામેલા મિતેશ પંડ્યાએ ફિઝિકસમાં એમ.ફીલ કરેલું છે. તેઓ અંજારના એસડીએમ ડેપ્યુટી ડીડીઓ રાજકોટ, અધિક કલેકટર ચુંટણી શાખા અમદાવાદ તથા સ્ટેટ ફાયરમાં ફરજ બજાવી ચુક્યા છે. રાજેન્દ્ર સરવૈયા ગત 31 ઓગષ્ટએ વય મર્યાદાને કારણે સેવાનિવૃત થયા હતા. તેમની આ જગ્યા પર મિતેશ પંડ્યાની નિમણૂંક કરવામાં આવી છે.