સંત રામાનુજાચાર્યની 12 દિવસીય 1000મી જયંતીની ઉજવણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદમાં સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી પ્રતિમાનુ અનાવરણ કર્યું હતું. 216 ફૂટ ઉંચી સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી 11મી શતાબ્દીના ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યની યાદમાં બનાવવામાં આવી છે, જેમણે આસ્થા, જાતિ સહિત જીવનના તમામ પાસાઓમાં સમાનતાના વિચારને પ્રોત્સાહન આપ્યુ હતુું.
સમાનતાની પ્રતિમાની વિશેષતા:-
- આ પ્રતિમા પંચધાતુથી બનેલી છે જેમાં સોનુ, ચાંદી, તાંબુ, પિત્તળ અને ઝીંકનું મિશ્રણ છે અને આ દુનિયામાં બેસેલી અવસ્થામાં સૌથી ઉંચી ધાતુની પ્રતિમાઓમાંની એક છે.
- જીયાર એજ્યુકેશન ટ્રસ્ટના અધિકારી સૂર્યનારાયણ યેલપ્રગડા અનુસાર, સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી બેસવાની સ્થિતિમાં દુનિયાની બીજી સૌથી ઊંચી પ્રતિમા છે.
- શ્રી ચિન્ના જીયાર સ્વામી આશ્રમના 40 એકરના વિશાળ પરિસરમાં 216 ફૂટની સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી પ્રતિમા લગાવાઈ છે.
- સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીને સંત રામાનુજાચાર્યના જન્મના 1,000 વર્ષ પૂરા થવાની ઉજવણીમાં બનાવાઈ છે. પરિયોજનાનો કુલ ખર્ચ લગભગ 1,000 કરોડ છે.
- બીજા માળ પર લગભગ 300,000 વર્ગ ફૂટ વિસ્તારમાં રામાનુજાચાર્યનુ મંદિર છે, જ્યાં પૂજા માટે તેમની 120 કિલો સોનાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.
- સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીનુ ઉદ્ધાટન, રામાનુજાચાર્યની વર્તમાનમાં જારી 1000મી જયંતી સમારોહ એટલે કે 12 દિવસીય શ્રી રામાનુજ સહસ્ત્રાબ્દી સમારોહનો એક ભાગ છે.
- આશ્રમના પદાધિકારીઓએ કહ્યુ છે કે તેઓ આને વિશ્વવ્યાપી અપીલ આપવા માટે મૂર્તિની પાસે દુનિયાના તમામ દેશોના ધ્વજ લગાવશે. તેમનુ કહેવુ છે કે આ ધર્મ, જાતિ અને પંથ સહિત જીવનના તમામ પહેલુઓમાં સંત રામાનુજાચાર્ય દ્વારા પ્રચારિત સમાનતાના વિચાર અનુસાર પ્રસ્તાવિત છે.
- 14,700 વર્ગ ફૂટની ઉપરના માળે એક વૈદિક ડિજિટલ પુસ્તકાલય અને રિસર્ચ સેન્ટર પણ છે.
- એરપોર્ટ અને શ્રીરામનગરમની આસપાસના વિસ્તારમાં કુલ 8,000થી વધારે પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે.
- પીએમઓ અનુસાર આ 54- ફૂટ ઉંચા આધાર ભવન પર સ્થાપિત છે, જેનુ નામ ભદ્ર વેદી છે. જેમાં વૈદિક ડિજિટલ પુસ્તકાલય અને સંશોધન કેન્દ્ર, પ્રાચીન ભારતીય ગ્રંથો, એક થિયેટર, શૈક્ષણિક ગેલેરી છે, જે સંત રામાનુજાચાર્યના અનેક કાર્યોની વિગતો રજૂ કરે છે.