જામનગર જિલ્લામાં જામનગર ની 26, કાલાવડની 20, લાલપુરની 23, જામજોધપુરની 29, ધ્રોલની 11, જોડીયાની 10 મળી કુલ ૧૧૯ ગ્રામ પંચાયતોની મતદાન પ્રક્રિયા આજે યોજાઈ હતી. જેમાં સવારે 7 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લામાં સરેરાશ કુલ 69.69 ટકા મતદાન થયું હતું. આ ઉપરાંત જામનગર તથા જામજોધપુરની 4-4 તથા કાલાવડ લાલપુરની 1-1 ગ્રામ પંચાયતની પેટા ચુંટણી માં 58.47 ટકા મતદાન થયું હતું.
જામનગર જિલ્લાની 119 ગ્રામ પંચાયતો સહિત રાજયની કુલ 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યા થી ચુસ્ત પોલીસબંદોબસ્ત વરચે મતદાનનો પ્રારંભ થયો હતો. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ, હોમગાર્ડઝ, એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જામનગર જિલ્લામાં આજે 119 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 10 ગામોની પેટા ચુંટણી નું મતદાન થયું હતું.
શિયાળાની કડકડતી ઠંડીમાં પણ મતદારો ભારે ઉત્સાહ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. જામનગર જિલ્લામાં 119 ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 69.69 ટકા મતદાન થયું હતું. જામનગરની 26 ગ્રામપંચાયત માં 70.72 %, કાલાવડની 20 ગ્રામપંચાયત માં 71.43 %, લાલપુરની 23 ગ્રામપંચાયત માં 68.34 %, જામજોધપુરની 29 ગ્રામપંચાયત માં 72.46 %, ધ્રોલ ની 11 ગ્રામપંચાયત માં 70.99 %, જોડીયાની 10 ગ્રામપંચાયત માં 62.42 % મતદાન થયું હતું.
જયારે જામનગર જીલ્લાની ગ્રામપંચાયતની પેટા ચુંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58.47 ટકા મતદાન થયું હતું. જેમાં જામનગરની 4 ગ્રામપંચાયત માં 52.86 %, કાલાવડની 1 ગ્રામપંચાયત માં 83.49 %, લાલપુરની 1 ગ્રામપંચાયત માં 76.75 %, અને જામજોધપુરની 4 ગ્રામપંચાયત માં 62.79 % મતદાન થયું હતું. જેની ર1 તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે