Monday, January 13, 2025
Homeમનોરંજનજાણો...દેશના ટોચના પાંચ યુ-ટયુબર્સ અને તેમની કમાણી વિશે...

જાણો…દેશના ટોચના પાંચ યુ-ટયુબર્સ અને તેમની કમાણી વિશે…

- Advertisement -

આજના ડિઝિટલ વિશ્ર્વમાં લગભગ બધુ જ ડિઝિટિલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બન્યું છે. ત્યારે સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ્સ માહિતીના પ્રચાર અને પ્રસાર સાથે કમાણીનું પણ મોટું પ્લેટફોર્મ બની ગયું છે. આ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ્સ પ્રસિધ્ધી સાથે કરોડોની કમાણી પણ કરાવી રહ્યા છે. કમાણીના ક્ષેત્રમાં યુ-ટયુબ પ્લેટફોર્મ સૌથી અગ્રેસર છે. લોકો પણ ફેમસ થવા અને સાથે સાથે કમાણી કરવા યુ-ટયુબ પર તેમજ તેના જેવા અનેક મિડિયા પ્લેટફોર્મ પર જાત જાત અને ભાત-ભાતના વિડિયોઝ અપલોડ કરી રહ્યા છે. યુવાનોમાં એક પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તો કેટલાંક રાતોરાત ફેમસ થઇને તત્કાલ કરોડપતિ થઇ જવાના સપ્નાઓ પણ સેવી રહ્યા છે. પરંતુ દરેકને અહીં સફળતા મળતી નથી. આ માટે નિરતંર પ્રયાસ, અથાગ મહેનત અને વિચારોનું વૈવિધ્ય હોવું જરૂરી છે. અંહી આપણે દેશના ટોચના પાંચ યુ-ટયુબર્સ અંગે જાણકારી મેળવાનો પ્રયાસ કરીશું. કોણ છે આ પાંચ અને પોતાની યુ-ટયુબ ચેનલ દ્વારા કઇ રીતે અને કેટલી કમાણી કરે છે, આવો જાણીએ

- Advertisement -

1) ગૌરવ ચૌધરી :-

- Advertisement -

ગૌરવ ચૌધરી યુ-ટયુબ ચેનલ દ્વારા સૈથી વધુ કમાણી કરનાર ભારતીય છે. યુ-ટયુબ પર ટેકનીકલ ગુરૂજી નામની તેમની એક ચેનલ છે. જેના પર તેઓ મોબાઇલના રિવ્યુ સહિત ટેકનોલોજી અંગેની ઘણી બધી જાણકારી લોકોને આપે છે. ચેનલ પર લગભગ 2.19 કરોડ સબસ્ક્રાઇબર છે. જયારે તેમની નેટવર્થ 326 કરોડ રૂપિયા છે.

2) અમિત ભડાના :-

- Advertisement -

અમિત ભડાના પોતાના નામથી જ એક યુ-ટયુબ ચેનલ ચલાવે છે. જેના પર 2.37 કરોડ સબસ્ક્રાઇબર છે. 2021ના આંકડાઓ અનુસાર અમિત ભડાનાની નેટવર્થ 47 કરોડ રૂપિયા છે.

3) નિશા મધુલિકા :-

મુળ યુપીની નિશા મધુલિકા એક શેફ અને રેસ્ટોરન્ટ સલાહકાર છે. તેમણે પોતાના વ્યવસાય સાથે યુ-ટયુબ ચેનલ પણ શરૂ કરી છે.62 વર્ષની નિશા મધુલિકાની ચેનલ પર 1.23 કરોડ સબસ્ક્રાઇબર છે. જયારે તેની નેટવર્થ 33 કરોડ રૂપિયા છે.

4) આશિષ ચંચલાની :-

આશિષ ચંચલાની વાઇન્સ નામથી યુ-ટયુબ ચેનલ ચલાવતાં આ યુ-ટયુબરને પણ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. સતત વધી રહેલાં સબસ્ક્રાઇબર્સને કારણે તેની નેટવર્થ પણ રૂા.30 કરોડ પહોંચી ગઇ છે.તેમની ચેનલ પર હાલ 2.73 કરોડ સબસ્ક્રાઇબર છે.

5) અજય નાગર (કેરી મીનાટી) :-

કેરી મીનાટીના નામથી અજય નાગર નામના યુ-ટયુબરની યુ-ટયુબ ચેનલ પણ ખુબ પોપ્યુલર તેમની રજુઆતની શૈલી અને ભાષાના કારણે તેઓ ખુબ જ ચર્ચામાં રહ્યા છે. શબ્દો અને ભાષાને કારણે અનેક વખત તેઓ વિવાદમાં સંપડાયા છે. જેને કારણે તેમના અનેક વિડિયો યુ-ટયુબ દ્વારા રિમૂવ પણ કરવામાં આવ્યા છે. તેમ છતાં તેમની લોકપ્રિયતા યથાવત્ રહી છે. માત્ર 22 વર્ષના અજય નાગરની ચેનલ પર હાલ 3.38 કરોડ સબસ્ક્રાઇબર છે અને તેમની નેટવર્થ પણ 30 કરોડને પાર કરી ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાની ચેનલ મારફત ફેમસ થયેલા અને કરોડપતિ બનેલા ઉપરોકત તમામ યુ-ટયુબર્સ અન્ય વ્યવસાય સાથે પણ સંકડાયેલા રહ્યા છે. યુ-ટયુબિંગ તેમનો મુખ્ય વ્યવસાય નથી. પરંતું ફુરસદની પળોમાં પોતાની ક્રિએટીવીટી દ્વારા તેમણે આ મુકામ હાસલ કર્યો છે. સંદેશ સાફ છે, યુ-ટયુબ પાછળ આંધળુકિયા કરવાની પરંતું મુખ્ય જવાબદારીઓ સંભાળીને આગળ વધવા આ પ્લેટફોર્મ આપને ખુબ સહાયતા કરી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular