Friday, November 22, 2024
Homeરાજ્યગુજરાતફિલ્મફેર એવોર્ડ સમારોહ ગિફટ સિટીમાં યોજવા તૈયારી

ફિલ્મફેર એવોર્ડ સમારોહ ગિફટ સિટીમાં યોજવા તૈયારી

- Advertisement -

હિન્દી ફિલ્મ જગતના સૌથી મોટો કહી શકાય તેવો ફિલ્મફેર એવોર્ડ પહેલીવાર ગુજરાતની ધરતી પર યોજાવવા જઇ રહ્યો છે. આગામી 28મી જાન્યુઆરીએ ફિલ્મફેર એવોર્ડ યોજવા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે દારૂ પીવાની મંજૂરી આપ્યા બાદ ફિલ્મ ફેર એવોર્ડ પણ ગિફ્ટસિટીમાં યોજવા આયોજન કરવામાં આવ્યુ છે. મહત્વની વાત એછેકે, કરોડોનો ખર્ચે ફિલ્મ ફેર એવોર્ડ યોજાનાર છે ત્યારે બોલિવુડના સિતારાઓનુ ધ્યાનાર્ષક કરવા અને માર્કેટિગ કરવાના ઇરાદે ગિફ્ટસિટીમાં એવોર્ડ સમારોહ યોજવામાં આવશે.

- Advertisement -

વર્ષ 2023ના પ્રારંભમાં વર્લ્ડવાઇડ મિડીયા અને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન ફિલ્મફેર એવોર્ડ સમારોહ માટે એમઓયુ કર્યા હતાં. પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ફિલ્મફેર એવોર્ડ સમારોહ યોજવા આયોજન કરાયુ હતું. ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સંસ્કૃતિ વચ્ચેના આદાનપ્રદાનને વધુ સૃદઢ અને સરળ બનાવવાની સાથે ફિલ્મઉદ્યોગનું ગુજરાતમાં રોકાણ થાય હેતુસર ફિલ્મફેર એવોર્ડ સમારોહ આયોજીત કરવામાં આવ્યુ છે. સૂત્રોના મતે,વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્ણ થયા બાદ ગાંધીનગરમાં આયોજીત ફિલ્મફેર એવોર્ડ સમારોહ દેશદુનિયામાં લાખો-કરોડો ફિલ્મચાહકો માટે આકર્ષણ જન્માવશે. રૂા.80 કરોડના ખર્ચે યોજાનારા ફિલ્મફેર એવોર્ડ સમારોહના સ્થળમાં ફેરફાર થઇ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular