બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાન ચાર વર્ષ બાદ ફિલ્મ પડદા પર પરત ફરી રહ્યો છે,પરંતુ પઠાણ ફિલ્મના ગીત બેશર્મના લીધે વિવાદ ખુબ વધ્યો હતો જેના લીધે ફિલ્મને બાયકોટ કરવાની માંગ ઉઠી રહી હતી હાલ આ મામલે પોલીસ એલર્ટ છે. આજે પોલીસ બંદોબસ્ત સાથે દેશભરમાં પઠાણ ફિલ્મ રિલીઝ થઇ ગઇ છે. પઠાણ ફિલ્મમાં જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. જામનગર શહેરમાં પણ આજે આ ફિલ્મ મલ્ટીપ્લેકસમાં રિલીઝ થઇ રહી છે. ત્યારે કોઇ વિરોધ પ્રદર્શન કે તોડફોડ ન થાય તે માટે મલ્ટીપ્લેકસ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ ફિલ્મમાં શાહરૂખ એકશન કરતો જોવા મળશે નવી ટેકનોલોજી સાથે આ ફિલ્મ દમદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું ટીઝર અને ટ્રેલર લોકોને ખુબ પસંદ કરવામાં આવ્યા છે. ફિલ્મના ગીતો પણ ખુબ કર્ણપ્રિય છે. ચાહકોને પસંદ આવ્યા છે. આ ફિલ્મમાં વિવાદ વધતા સૌ કોઇની નજર પઠાણ ફિલ્મના બોક્સ ઓફિસ પર ટંકશાળ મચાવશે. એડવાન્સ બુકિંગ ફુલ થતા તે આજે વોર અને કેજીએફ-2નો ઓપનિંગ ડે નો રેકોર્ડ તોડશે તે જોવાનું રહ્યું.
ચાહકો ઠંડીમાં પણ વહેલી સવારે ફિલ્મ જોવા જઇ રહ્યા છે.
બોલિવૂડ ફિલ્મ ‘પઠાણ’ પાસેથી માત્ર જનતા જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીને પણ ઘણી અપેક્ષાઓ છે. ફિલ્મ માટે જે પ્રકારનું એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે, તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર શું કમાલ કરશે.એડવાન્સ બુકિંગમાં તો ટંકશાળ જોવા મળી રહી છે. બોલિવૂડ માટે અત્યાર સુધીની સૌથી વધુ એડવાન્સ બુકિંગ ગ્રોસ રૂ. 26.90 કરોડ છે, જે હૃતિક રોશનની ફિલ્મ ‘વોર’થી આવી છે. જફભક્ષશહસના ડેટા અનુસાર, ‘પઠાણ’એ અત્યાર સુધીમાં એડવાન્સ બુકિંગથી 25.75 કરોડની એડવાન્સ ગ્રોસ એકઠી કરી છે.