કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ ઓછો થતા આ વર્ષે લોકોએ દિવાળીની હર્ષભેર ઉજવણી કરી હતી. અને લોકો વિવિધ ધાર્મિક સ્થળો પર અને પ્રવાસનના સ્થળો પર ફરવા પહોચ્યા હતા. ત્યારે જગવિખ્યાત ભગવાન દ્વારકાધીશના મંદિરમાં લાખો લોકો દર્શન માટે પહોચ્યા હતા.
દિવાળીનાં તહેવારમાં એટલે કે અગિયારથી લાંભ પાંચમ સુધીમાં અહીં 7 લાખથી વધારે ભાવિ ભક્તો આવી પહોંચ્યા હતા. આ ભાવિ ભક્તો દ્વારા મંદિરમાં કુલ 57 લાખ 74હજારનું દાન કરવામાં આવ્યું છે. દ્વારકા દેવસ્થાન સમિતિએ આ આંકડો જાહેર કર્યો હતો. અહીં માત્ર દિવાળી જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ ભક્તો દ્વારા દાન કરવામાં આવતુ હોય છે. પરંતુ આ વખતે દિવાળીમાં મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી પહોંચ્યા હતા માટે મોટી સંખ્યામાં દાન પણ કર્યું હતુ. આ ઉપરાંત રાજકોટના એક પરિવારે સાડા 6 કિલો ચાંદી દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી છે.