Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમુખ્યમંત્રીની સામે જ તેના સિક્યોરિટી ઓફિસર અને SP વચ્ચે મારામારી, વિડીઓ...

મુખ્યમંત્રીની સામે જ તેના સિક્યોરિટી ઓફિસર અને SP વચ્ચે મારામારી, વિડીઓ વાયરલ

- Advertisement -

હિમાચલપ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરની સામે જ તેના સિક્યોરીટી અને SP વચ્ચે મારામારી થઇ હતી. આ સમયે કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી પણ ઉપસ્થિત હતા. આ મારામારીનો વિડીઓ હાલ વાયરલ થઇ રહ્યો છે. ભુંતર એરપોર્ટ પર કુલ્લૂ પોલીસ અધિક્ષક અને મુખ્યમંત્રી જયરામ ઠાકુરના સુરક્ષા ઇન્ચાર્જ વચ્ચે પહેલા બોલાચાલી થઇ અને બાદમાં ઝપાઝપી થઇ છે. 

- Advertisement -

ગડકરી અને મુખ્યમંત્રીનો કાફલો મનાલી તરફ રવાના થયો તો ભુંતર એરપોર્ટની બહાર ફોરલેનથી અસર પામેલા ખેડૂતોએ કાફલો અટકાવ્યો હતો. આ મુદ્દે CMના સિક્યોરિટી ઓફિસર અને કુલુ SP વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. અને બન્ને અધિકારી વચ્ચે મારઝૂડ પણ થઈ હતી.

કેન્દ્રિય સડક અને પરિવહન મંત્રી નિતિન ગડકરી બુધવારે હિમાચલની મુલાકાતે પહોંચ્યા છે. જેમના સ્વાગત માટે મુખ્યમંત્રી જયરામ ઠાકુર ભુંતર એરપોર્ટ પહોંચ્યા હતા. રસ્તામાં ફોરલેન પ્રભાવિત કેટલાક ખેડૂતો તેમને મળવા માટે પહોંચ્યા હતા. ખેડૂતોને જોઇને નિતિન ગડકરીએ પોતાની ગાડી ઉભી રખાવી હતી. ત્યારે અચાનક મુખ્યમંત્રીની ગાડી પાછળ સુરક્ષા અધિકારી અને એસપી વચ્ચે મારામારી થઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular