ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં સ્થાપિત પ્રખ્યાત “રામનાથ ના રાજા” ગણપતિમાં શનિવારે 56 ભોગ અન્નકોટ અને મહાઆરતીના ભવ્ય દર્શન યોજવામાં આવ્યા હતા. જેનો લાભ લેવા મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા.
“રામનાથ ના રાજા” ગણપતિના દર્શન કરવા જિલ્લા સાંસદ પૂનમબેન માડમ, મૂળભાઈ બેરા વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બપોરે વાજતે-ગાજતે ગણપતિ વિસર્જન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને દ્વારકા ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, શાસક પક્ષના નેતા દિલીપભાઈ ઘઘડા, માર્કેટિંગ યાર્ડ ડાયરેક્ટર પ્રભાતભાઈ ચાવડા, સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા, નગરપાલિકા સદસ્ય ભીખુભા જેઠવા, અશોકભાઈ કાનાણી, એબીવીપીના જિલ્લા પ્રમુખ સંદીપભાઈ બેરા અને તેમની ટીમ, જીજ્ઞેશભાઈ પરમાર, શહેર ભાજપ ઉપપ્રમુખ ધીરુભાઇ ટાકોદરા, હસુભાઈ ધોળકિયા, એડવોકેટ જયેશભાઈ નથવાણી, પત્રકાર હિતેન્દ્રભાઈ આચાર્ય, વિજયભાઈ રાજ્યગુરુ, મનીષાબેન ત્રિવેદી સાથે સ્થાનિક રાજકીય આગેવાનો, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ આ દર્શન તથા મહાઆરતીનો લાભ લીધો હતો.
આ છપ્પન ભોગ અન્નકોટ અને મહાઆરતીના ભવ્ય આયોજન માટે શ્રી રામનાથ સોસાયટી મિત્ર મંડળની સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.