Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયકાનપુરની કાપડ બજારમાં ભીષણ આગ, 800 દુકાનો ખાખ

કાનપુરની કાપડ બજારમાં ભીષણ આગ, 800 દુકાનો ખાખ

આગથી કરોડોના નુકસાનનો અંદાજ

- Advertisement -

યુપીના કાનપુરના બાંસમંડીમાં કપડાંનું હોલસેલ માર્કેટ 7 કલાકથી ભીષણ આગની ઝપેટમાં આવી ગયું છે. અહીં વિકરાળ આગને કારણે 800થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. મોડી રાત્રે 1 વાગ્યાથી લાગેલી આગ હજુ પણ ચાલુ છે. આર્મી અને એરફોર્સના જવાનોએ મોરચો સંભાળી લીધો છે. કાનપુર, ઉન્નાવ, લખનઉ સહિત નજીકના ઘણા જિલ્લાઓમાંથી 50થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. ભીષણ આગને કારણે અંદાજે 20 અબજનું નુકસાન થયું છે.

- Advertisement -

રાત્રિના એક વાગ્યાની આસપાસ બાંસમંડી ખાતે હમરાજ કોમ્પ્લેક્સ ક્લોથ માર્કેટ સ્થિત એઆર ટાવરમાં શોર્ટસર્કિટને કારણે દુકાનોની બહાર રાખેલા સામાનમાં આગ ફાટી નીકળી હતી. જોરદાર પવનને કારણે આગની જવાળાથી ક્ષણવારમાં જ ઘણી દુકાનો ઝપેટમાં આવી ગઈ હતી. આ પછી આખો ત્રણ માળનો ટાવર સળગવા લાગ્યો. પછી આગ બાજુના મસૂદ ટાવર અને પછી મસૂદ કોમ્પ્લેક્સ-2 અને પછી હમરાજ કોમ્પ્લેક્સમાં ફેલાઈ ગઈ હતી.

કાનપુર, ઉન્નાવ અને લખનઉ સહિત અનેક જિલ્લાઓની 50થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવામાં લાગેલી છે. ડીએમ અને પોલીસ કમિશનરે સેનાના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. ભીષણ આગને ઓલવવા માટે સેનાને સ્થળ પર બોલાવવામાં આવી છે. કાનપુર પોલીસ કમિશનર બીપી જોગદંડ, જોઈન્ટ પોલીસ કમિશનર આનંદ પ્રકાશ તિવારી અને ડીએમ ઘટનાસ્થળે હાજર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular