વાકાંનેર પાસેના રાતાવીડા ગામે આવેલી દિયાંગ પેપર મિલમાં ગઇકાલે સાંજે લાગેલી ભીષણ આગ હજુ પણ કાબુમાં આવી નથી. મિલમાં મોટા પ્રમાણમાં કાગળનો જથ્થો હોવાનો કારણે આગ ઝડપથી પ્રસરી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખી ફાયર વિભાગ દ્વારા મેજર કોલ આપવામાં આવ્યો હતો. આગને કાબુમાં લેવા જામનગર મહાપાલિકાના ફાયર ફાઇટરો પણ રવાના થયા હતા.