Monday, December 23, 2024
Homeરાજ્યહાલારઓખા લેન્ડગ્રેબિંગ પ્રકરણના પિતા-પુત્રની ધરપકડ

ઓખા લેન્ડગ્રેબિંગ પ્રકરણના પિતા-પુત્રની ધરપકડ

- Advertisement -

ઓખાની મેઈન બજાર ખાતે ટાઉનશીપ વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારી યુવાન નિલેશભાઈ ભગવાનદાસની દુકાન આગળની કોમન ચાલમાં આ વિસ્તારના રહીશ પ્રકાશ ચત્રભુજ રાઠોડ અને પ્રકાશ આદર્શ પ્રકાશ રાઠોડ નામના બે શખ્સો દ્વારા પોતાની નાસ્તાની રેંકડી રાખી અને લોકોની અવરજવરમાં અવરોધ રૂપ બની અને ગેરકાયદેસર રીતે દબાણ કરતા આ સમગ્ર પ્રકરણ અંગે તાજેતરમાં ઓખા મરીન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધોરણસર ગુનો નોંધાયો હતો.

- Advertisement -

આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી ડીવાયએસપી સમીર સારડા દ્વારા તાકીદની કાર્યવાહી કરી, આરોપી પ્રકાશ રાઠોડ તથા આદર્શ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બંને શખ્સોને આજરોજ સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular