Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરલારી રાખવા બાબતે ચાર શખ્સો દ્વારા પિતા પુત્ર ઉપર હુમલો

લારી રાખવા બાબતે ચાર શખ્સો દ્વારા પિતા પુત્ર ઉપર હુમલો

જામનગર શહેરમાં લારી રાખવા બાબતે ચાર શખ્સો દ્વારા પિતા પુત્ર ઉપર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના કાલાવડ નાકા બહાર સતવારા વાડમાં રહેતા અબ્દુલમજીદભાઈ અબ્દુલકાદરભાઈ ગજાઈ દ્વારા શહેરના સુભાષ શાકમાર્કેટ પાસે આરોપીની દુકાન પાસે રેકડી રાખી હતી. જેથી આરોપીઓ ફારૂકભાઈ ઉર્ફે રાજુ અબ્દુલકાદર ગજાઈ, મહંમદ હુશેન ફારુક ઉર્ફે રાજુ ગજાઈ, મુસ્તાક અબ્દુલકાદર ગજાઈ અને તોફીક ઉર્ફે પપ્પુ બદામડી એ લારી ઉંધી નાખી દીધી હતી અને ફરિયાદી તથા તેમના પુત્રને અપશબ્દો બોલી લોખંડના સળીયા પાઇપ અને તલવાર વડે હુમલો કરી પિતા પુત્રને ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે અબ્દુલ મજીદ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular