Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ફતેહસિંહ સિરોહવા ઇન્કમટેકસના નવા કમિશનર

જામનગરમાં ફતેહસિંહ સિરોહવા ઇન્કમટેકસના નવા કમિશનર

ગુજરાતમાં 16 નવા કમિશનરોની નિયુકતી

- Advertisement -

કેન્દ્રના નાણામંત્રાલયની સૂચનાથી સીબીડીટીએ દેશભરના 22 જેટલા પ્રિન્સિપલ કમિશનરો અને પ્રિન્સિપલ ડાયરેક્ટરોની આંતરિક બદલીના હુકમ કર્યા છે. જેમાં ગુજરાતના 16 કમિશનરોનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 9 નવા કમિશનરો આવશે, સાથે સાથે અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષથી ઇન્વેસ્ટિગેશનના પ્રિન્સિપલ ડાયરેક્ટરની ખાલી પડેલી જગ્યા પર જગદીપકુમાર ગોયલની નિયુક્તિ કરાઇ છે. આ ખાલી જગ્યા પર સુરેશકુમાર ચાર્જ સંભાળી રહ્યાં હતા.

- Advertisement -

ગત વર્ષે રિસ્ટ્રકચરિંગ કરવામાં આવ્યા બાદ આવકવેરા વિભાગમાં ફેસલેસ સિસ્ટમ (ઓનલાઇન એસેસમેન્ટ) માટે નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી હતી. ફેસલેસ સિસ્ટમ માટે અમદાવાદમાં પાંચ નવા કમિશનરો નીમાયા છે. અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, વલસાડ, જામનગરમાં કમિશનરોની નિમણૂક કરાઇ છે. ગુજરાતના કમિશનરોની સાથે દિલ્હી, રાજસ્થાન, કેરલા, મુંબઇ, આંધ્રપ્રદેશ, ગોવા, તમિલનાડુ, પૂના અને કર્ણાટકના કમિશનરોની બદલીના ઓર્ડરો કરાયા છે.

અમદાવાદમાં પ્રિન્સિપલ કમિશનરોની નિમણૂક કરાઇ છે. તેમાં નવરતન સોની, અનિલકુમાર, દામોદરપ્રસાદ ગુપ્તા, પ્રવિણકુમાર, રાજીવ વાસનેય, એ.કે. ખંડેલવાલ, રાજેશ કુમાર ગુપ્તા, મહેશ કુમારની નિયુક્તિ કરાઇ છે. જ્યારે જામનગરમાં ફતેહસિંહ સિરોહવા, સુરત પ્રિન્સિપલ કમિશનર તરીકે જયંતકુમાર, અંકુર ગર્ગ, ડો.નરેન્દ્રકુમાર, વડોદરામાં હર્ષવર્ધન ગુજજર, રાજેશકુમાર સિન્હા અને વલસાડમાં સંજય રાયની નિમણૂક કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular