દક્ષિણ કોરિયાના વિપક્ષની નેતા પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચપ્પા વડે હુમલો કરવામાં આવતા તેમને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિલમાં લઈ જવાયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતા લી જે મ્યુંગ પર એક અજાણ્યા સખ્શે ચપ્પા વડે જીવલેણ હુમલો કરતા તેમને ગાળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હુમલાની કેટલીક તસવીરો સામે આવી રહી છે જેમાં લી જે મ્યુંગ ગંભીર રીતે ઘાયલ હાલતમાં જમીન પર પડેલા જોવા મળે છે.
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર હુમલો કરનાર આરોપીની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરવામાં આવી છે. લીએ આ પહેલા ગાડેઓક ટાપુ પર નિર્માણધીન નવા એરપોર્ટની સાઈટ વિઝિટ કરી હતી. ઉલ્લેખનિય છે કે લી જે મ્યુંગ દક્ષિણ કોરિયાની મુખ્ય ડેમોક્રેટી પાર્ટીના પ્રમુખ છે.