Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારજામજોધપુર પંથકના ખેડૂતની ટ્રોલી અને બાઈક વાપરવા લઇ પચાવી પાડયા

જામજોધપુર પંથકના ખેડૂતની ટ્રોલી અને બાઈક વાપરવા લઇ પચાવી પાડયા

શેઠવડાળા ગામના શખ્સે બે લાખના વાહનો પરત ન આપ્યા : અન્ય શખ્સને ટ્રોલી વેંચી મારી : ત્રણ શખ્સો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધ્યો

- Advertisement -

જામજોધપુર તાલુકાના બમથિયા ગામમાં રહેતાં ખેડૂત યુવાન પાસેથી થોડા સમય માટે વાપરવા લીધેલ ટે્રકટરની ટ્રોલી અને બાઈક બન્ને ખેડૂતને પરત આપવાના બદલે બારોબાર વેંચી નાખી વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બમથિયા ગામમાં રહેતાં અને ખેતી કરતા દેવસુરભાઈ બગડા નામના યુવાને તેની માલિકીની રૂા.1.49 લાખની કિંમતની જીજે-10-ટીએકસ-7330 નંબરની ટ્રોલી તથા રૂા.50 હજારની કિંમતનું જીજે-10-ડીએચ-9956 નંબરનું બાઈક શેઠવડાળા ગામમાં રહેતાં મુકેશ પાલા ખરા નામનો શખ્સ જૂન 2022 માં થોડો સમય વાપરવા માટે લઇ ગયો હતો. આ વાતને 9 મહિના થઈ ગયા હતાં. પરંતુ મુકેશ દ્વારા ખેડૂતના વાહન પરત આપ્યા ન હતાં. દરમિયાન મુકેશે ટ્રોલી ખેડૂતને જાણ કર્યા વગર બારોબાર રાજા કમા રાતડિયાને વેંચી આપી હતી. દરમિયાન આ ટ્રોલી પોલીસ દ્વારા ડિટેઈન કરાતા ટ્રોલી છૂટયા બાદ પરત આપવાના સ્ટેમ્પ ઉપર લખાણ કરી દીધું હતું. તથા શૈલેષ રાજા રાતડિયા નામના શખ્સે ટ્રોલી પોલીસ પાસેથી છોડાવીને ખેડૂત દેવસુરભાઈને આપવાને બદલે મુકેશ પાલા ખરા નામના શખ્સને આપી દીધી હતી.

આમ ત્રણ શખ્સોએ એક સંપ કરીને થોડા સમય વાપરવા લીધેલ ટ્રોલી અને બાઈક મળી બે લાખના વાહનો પચાવી પાડી છેતરપિંડી આચરી હતી. તથા મુકેશે દેવસુરભાઈને શેઠવડાળામાં દેખાઈ તો ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. આખરે ખેડૂત દેવસુરભાઈએ આ બનાવ અંગે પોલીસમાં જાણ કરાતા પીએસઆઈ વાય.આર. જોશી તથા સ્ટાફે મુકેશ ખરા, રાજા રાતડિયા અને શૈલેષ રાતડિયા નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ છેતરપિંડી કરી વિશ્ર્વાસઘાત કર્યાનો ગુનો આચર્યાની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular