જામનગર જિલ્લામાં આ વર્ષે સારા વરસાદ બાદ ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર મોટા પાયે કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા કમોસમી વરસાદને કારણે મગફળી સહિતના ખેત પેદાશોને ભારે નુકસાન થયું છે.
મગફળીનો તૈયાર પાક પાણીમાં ભીંજાઈ જવાથી કાડીયા અને બીજ બગડી ગયા છે, જેના પરિણામે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. જામનગર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કપાસ અને અન્ય પાકો પર પણ વરસાદની અસર નોંધાઈ છે.ખેડૂતો હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને યોગ્ય વળતર પેકેજ જાહેર કરવામાં આવે, જેથી ખેડૂતોને રાહત મળી શકે.
View this post on Instagram


