માટી બચાવના સંદેશ સાથે સાયકલમાં ભારતયાત્રા નિકળેલા 23 વર્ષીય ખેડુતપુત્ર શિક્ષિત યુવાન મોહિત નિરંજને 19 રાજય અને 17000 કિમીની સફર પુર્ણ કરી જામનગરની મુલાકાત લીધી હતી. મુળ ઉત્તરપ્રદેશના લલીતપુરના ગામના વતની પોતાનુ સ્નાતક સુધીનો અભ્યાસ પુર્ણ કરીને સદગુરૂ જગ્ગીજી પાસેથી પ્રેરીત થઈને સાયકલ સાથે ભારતયાત્રા શરૂ કરી.

16 નવેમ્બર 2022થી આ યાત્રા શરૂ કરી હતી. જેમાં હાલ સુધીમાં 19 રાજય થઈને 17000 કિમી પુર્ણ કરી છે. અને 21000 થી 30 હજાર કિમીનુ આયોજન છે.
આ યાત્રા પુર્ણ થયા બાદ માટી બચાવના સંદેશ સાથએ વિદેશ યાત્રા માટેની તૈયારી કરી છે. હાલ સુધીમાં યુપી, મઘ્ય પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, કન્યાકુમારી, રામેશ્વરમ્, આંધ્રપ્રદેશ, ઉડીસા, ઝારખંડ, વેસ્ટ બંગાલ, આસમ નાગાલેન્ડ, સિક્કિમ, બિહાર,હરિયાણા, રાજસ્થાન, ગુજરાત સહીતના રાજયની મુલાકાત લીધી છે. શાળા-કોલેજના બાળકો, યુવાનો, ખેડુતો, નેતા, અભિનેતા સહીતના આગેવાનોને મળીને માટી બચાવનો સંદેશ આપે છે.
ભારત યાત્રા દરમિયાન તમામ વિસ્તારમાં લોકો તેને સંદેશને આવકારે છે. ખાસ કરીને આસમ-નાગાલેન્ડમાં વધુ સારો આવકાર મળ્યો. ગુજરાતમાં માટી બચાવવા માટે અનેક સ્થળોએ કામ ચાલી રહ્યુ છે. પ્રાકૃતિક ખેતી અંગે ખેડુતો જાગૃત થયા હોવાથી ખુશી વ્યકત કરી.
મોહિત નિરંજનએ બે વર્ષથી લાંબી આ ભારત યાત્રામાં બે વિધ્નો પાર કર્યો. 31 ડીસેમ્બર 2023 રોજ એક અકસ્માત થતા હાથ-પગમાં ઈજાઓ થઈ હતી. ત્યારે પાંચ માસનો વિરામ લઈને પરત વતન ગયો હતો. ત્યારે આ યાત્રા આગળ ના ચલાવવા લોકોએ અપીલ કરી હતી. પરંતુ ફરી સ્વસ્થ થતા યાત્રા શરૂ કરી હતી. બાદ બિહારના પટનામાં સ્વાસ્થય બગડતા થોડી મુશકેલી થઈ હતી. ફરી પોતાની યાત્રા અવિરત ચાલુ રાખી.