ધ્રોલ તાલુકામાં નવરાત્રિ દરમિયાન થયેલા વરસાદના પરિણામે ખેડૂતોને ભારે નુકશાની થઇ હોય વળતર ચૂકવવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે.
તાજેતરમાં નવરાત્રિ દરમિયાન થયેલા વરસાદે ખેડૂતોની કમ્મર તોડી નાખી છે ધ્રોલ તાલુકાના ખીજડીયા જાળીયા માનસર સહિતના ગામોમાં મગફળી, કપાસના પાકોને ભારે નુકશાન થયું હતું. જેના પરિણામે ખેડૂતોને આર્થિક નુકશાન થયું છે. આખુ વર્ષ મહેનત કરીને ઉગાડેલા પાકને નુકશાન થતાં ખેડૂતો વેદના ઠાલવી રહ્યા છે. ખેડૂતોએ ખેતરમાં જ મગફળી સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, પાક એટલો બગડયો છે કે બજારમાં વેંચવા જેવુ કયાંય બચ્યું જ નથી ખેડૂતો સરકાર પાસે તાત્કાલીક નુકશાનની તપાસ કરી પુરતુ વળતર આપવા માંગણી કરી રહ્યા છે. જો સરકાર દ્વારા તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


