જામનગર નજીક આવેલા ચાપા, બેરાજા મસિતીયા અને વાવ બેરાજા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે જરૂરી પૂરતો સમય વીજળી ન મળતા ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ત્રણેય ગામોના આગેવાનો દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે હાલના સમયમાં સિંચાઈ માટે વીજળી અત્યંત જરૂરી છે, પરંતુ જરૂરી સમયે પૂરતું વિજ પુરવઠો ન મળતા ખેતીને નુકસાન પહોંચે છે.
આ પરિસ્થિતિથી રોષે ભરાયેલા ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આવનારા દિવસોમાં પૂરતો સમય વીજળી ન આપવામાં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.


