Sunday, October 6, 2024
Homeરાષ્ટ્રીય12 મી થી રાજસ્થાનમાં પ્રસરશે ખેડૂત આંદોલન, 18 મીએ દેશમાં ‘રેલ રોકો’

12 મી થી રાજસ્થાનમાં પ્રસરશે ખેડૂત આંદોલન, 18 મીએ દેશમાં ‘રેલ રોકો’

- Advertisement -

દેશમાં કૃષિ કાયદાને લઈને સડકથી સંસદ સુધીનો સંગ્રામ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ વિશ્વાસ આપ્યો છતાં ખેડૂતો કાયદો પરત લેવામાં આવે તે સિવાય કોઈ વાત માનવા જ તૈયાર નથી. આંદોલન કરી રહેલા ખેડૂતોએ ચક્કાજામ બાદ હવે 18 ફેબ્રુઆરીએ રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે. દિલ્હીની સીમાઓ પર છેલ્લાં 77 દિવસથી આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચા એ રેલ રોકો અભિયાન ચલાવવાનું એલાન કર્યું છે.

- Advertisement -

સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું, 18 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સમગ્ર દેશમાં રેલ રોકો અભિયાન ચાલશે. મોરચાએ વધુમાં કહ્યું છે કે 12 ફેબ્રુઆરીથી રાજસ્થાનના તમામ ટોલ પ્લાઝા કિસાન ફ્રી કરાવીશું. સાથે 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલાની વરસી પર જવાન અને ખેડૂત માટે કેન્ડલ માર્ચ અને મશાલ માર્ચનું આયોજન કરાશે. 16 ફેબ્રુઆરીએ સર છોટૂ રામની જ્યંતિ પર કિસાન સોલિડેરિટી શો કરશે. કિસાન મોરચાએ વધુમાં કહ્યું કે, હરિયાણાના લોકો ભાજપ અને JJP નેતાઓ પર ખેડૂતોના હિતમાં દબાણ બનાવે કે પછી ગાદી છોડવાનું કહે.

વડાપ્રધાન મોદીએ લોકસભામાં ખેડૂતોના આંદોલનને પવિત્ર ગણાવતા કહ્યું કે, આંદોલનજીવીઓએ આંદોલનને અપવિત્ર કર્યું છે. PMએ કહ્યું કે સંસદ અને સરકાર ખેડૂતોનું ઘણું જ સન્માન કરે છે અને ત્રણેય કૃષિ કાયદા કોઈના માટે પણ બાધ્યકારી નથી પરંતુ આ એક વૈકલ્પિક વ્યવસ્થા છે, એવામાં વિરોધનું કોઈ જ કારણ નથી.

- Advertisement -

ખેડૂત સંગઠનો દિલ્હીના સિંધુ, ગાજીપુર અને ટીકરી બોર્ડર પર લગભગ 77 દિવસથી ડેરા નાંખીને બેઠા છે. આ ખેડૂતોની માગ છે કે કેન્દ્ર સરકાર ત્રણેય નવા કૃષિ કાયદાને પરત ખેંચે. પોતાની માગને લઈને ખેડૂતોએ 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢી હતી. આ દરમિયાન દિલ્હીમાં અનેક જગ્યાએ હિંસાની ઘટના ઘટી હતી. જે બાદ કિસાન સંગઠનોએ 6 ફેબ્રુઆરીએ ત્રણ કલાક માટે ચક્કાજામ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular