ખીજડીયા બાયપાસ પાસે રહેતા ખેડૂતનું પોતાની વાડીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે ઝેરી અસર થવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
આ અંગેની વિગત મુજબ ખીજડીયા બાયપાસ પાસે રહેતા અને ખેતી કામ કરતા તુલસીભાઈ આંબાભાઈ ગલાણી (ઉ.વ. 54) નામના ખેડૂત ગત 23 મી તારીખે વાડીમાં કપાસના પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓને વિપરિત અસર થવાથી બેશુદ્ધ બન્યા હતા, અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના પુત્ર મિલનભાઈ ગલાણીએ પોલીસને જાણ કરતા પંચકોશી એ. ડિવિઝનના હે.કો એચ.જી.જાડેજા તથા સ્ટાફે મૃતદેહ નો કબજો સંભાળી પી.એમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.