Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરખીમાણી સણોસરામાં ટીસી મામલે ખેડૂત પ્રૌઢ પર હુમલો

ખીમાણી સણોસરામાં ટીસી મામલે ખેડૂત પ્રૌઢ પર હુમલો

ટીસી અન્ય સ્થળે લઇ જવા મામલો બીચકયો : ત્રણ શખ્સો દ્વારા માર મારી ધમકી: પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

કાલાવડ તાલુકાના જશાપર ગામમાં ખેડૂત પ્રૌઢ ઉપર ચાપરા ગામના ડેમ પાસે સરકારી ખરાબામાં પીજીવીસીએલનું ટીસી ઉભુ કરવા બાબતે ત્રણ શખ્સો દ્વારા ખેડૂત ઉપર તલવાર અને પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના જશાપર ગામમાં રહેતાં પરેશભાઇ ખોડાભાઈ વસોયા (ઉ.વ.52) નામના પ્રૌઢ ખેડૂતનું ખીમાણી સણોસરા ગામની સીમમાં ચાપરા ગામના ડેમ પાસે આવેલા સરકારી ખરાબામાં કોરીયાનું ટીસી પીજીવીસીએલ દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું. જેથી પરેશભાઈ દ્વારા આ ટીસી ઉભુ કરવા માટે બનાવસ્થળે કોન્ટ્રાકટર સાથે ગયા હતાં તે દરમિયાન ચાપરા ગામના રાજુ પોપટ, મુન્નાભાઇ અને ખીમાણી સણોસરાના શકિતસિંહ જયેન્દ્રસિંહ નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી ટીસી બાવળની બાજુ થોડે દૂર કરવાનું કહેતાં ખેડૂતે આ જગ્યા માપી લો તેમ કહેતા શખ્સોએ ખેડૂતને અપશબ્દો બોલી ધમકી આપી ચાલ્યા ગયા હતાં. ત્યારબાદ થોડા સમય પછી ત્રણેય શખ્સો પાઈપ અને તલવાર સાથે આવ્યા હતાં અને મુન્નાભાઈએ ખેડૂતને મુક્કા મારી હુમલો કર્યો હતો. બાદમાં ઈજાગ્રસ્ત ખેડૂતને 108 એમ્બ્યુલન્સમાં સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતાં.

જ્યાં બનાવની જાણના આધારે હેકો જી આઈ જેઠવા તથા સ્ટાફ દ્વારા હોસ્પિટલ પહોંચી જઇ ખેડૂતના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular