Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરદુંદાળા દેવની વાજતે ગાજતે વિદાય

દુંદાળા દેવની વાજતે ગાજતે વિદાય

- Advertisement -

જામનગર સહીત સમગ્ર સૌરાષ્ટ્ર માં ગણેશ ચતુર્થીએ ગણેશ ભક્તો એ ભાવભેર દુંદાળા દેવ ની સ્થાપના કરી હતી. ભાવિક ભકતો એ ૧૧ દિવસ સુધી આસ્થા ભેર ગણેશજી ની પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત દરરોજ આરતી, અન્કોટ, જેવા અનેક ધાર્મિક આયોજનો કર્યા હતા. આજે અગિયારમાં દિવસે ગણેશ ભક્તો એ ભાવભેર વિધ્નહર્તા ને વાજતે ગાજતે વિદાય આપી હતી. અને ગણપતિ બાપ્પા મોર્યા અગલે બરસ તું જલ્દી આ ના નાદ સાથે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરી આવતા વર્ષે ગણેશજી ને ફરી પધારવા ના ભાવ સાથે વિદાય આપી હતી. જામનગર મહ્નાગરપાલિકા દ્વારા પર્યાવરણ જાગૃતિને ધ્યાને લઇ તૈયાર કરાયેલા કૃત્રિમ કુંડ ખાતે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરાઈ હતી. આ તકે મેયર બીનાબેન કોઠારી પણ વિશેષ ઉપસ્થિત રહી સમગ્ર વ્યવસ્થા નિહાળી હતી. તેમજ પોલીસ દ્વારા પણ બંદોબસ્ત જાળવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular