Monday, January 12, 2026
Homeરાજ્યહાલારદ્વારકામાં ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ડી.વાય.એસ.પી. સારડાને વિદાયમાન

દ્વારકામાં ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ડી.વાય.એસ.પી. સારડાને વિદાયમાન

દેવભૂમિ દ્વારકામાં ડીવાયએસપી તરીકે નોંધપાત્ર ફરજ બજાવી ચૂકેલા નિષ્ઠાવાન અધિકારી સમીર સારડાની વાંકાનેર બદલી થતાં દ્વારકામાં તેમની કરાયેલી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ દ્વારકાના જગત મંદિરમાં સેવા પૂજા તેમજ યજમાનવૃત્તિ કરનારા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ વિદાય સમારંભ કાર્યક્રમ પ્રસંગે દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રીક્ટ જજ મોદી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, દ્વારકા તીર્થ પંડા પુરોહિત પ્રમુખ દિવ્ય પ્રકાશભાઈ ઠાકર, ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ મંત્રી કપિલભાઈ વાયડા, સહમંત્રી ચેતનભાઈ પુજારી, કારોબારી મધ્યસ્થ સભા તેમજ સલાહકાર સમિતિ સદસ્યો, સામાજિક કાર્યકરો, દ્વારકા તીર્થ પંડાસભા સદસ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ કોઈએ ડીવાયએસપી સમીર સારડાની કામગીરી તથા ફરજનિષ્ઠાને બિરદાવી હતી. દ્વારકામાં કામગીરી બદલ આપનાર સૌનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તેમને આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular