જામનગરની મહિલાઓ માટે શહેરમાં ઘણી બધી કલબો કાર્યરત છે. ત્યારે શહેરની ડિલાઈટ કલબ દ્વારા બહેનો માટે ફેન્ટાસ્ટિક 7F નો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં 7F એટલે કે, ફેશન, ફીટનેસ, ફન, ફ્રોક, ફુડ, ફેન્ડસ અને ફરાળી વાનગીનો સમાવેશ થાય છે. ડિલાઈટ કલબના આ ત્રીજા પ્રોગ્રામમાં 800 બહેનોએ હાજરી આપી હતી. આ સ્5ર્ધામાં જજ તરીકે મેઘનાબેન તથા વિશ્ર્વાબેને સેવા આપી હતી. જ્યારે વર્ધમાન ક્રોકરી એ સમગ્ર કાર્યક્રમના સ્પોન્સર હતાં. જ્યારે હાથીમસાલા, વાઘબકરી, કેકયુલ બેકરીનો પણ સહકાર મળ્યો હતો.
ડિલાઈટના આ કાર્યક્રમમાં પ્રમુખ દર્શનાબેન મહેતા, સેક્રેટરી વૈશાલીબેન વારીયા, ટે્રઝરર આશાબેન ભટ્ટ તેમજ ડિલાઈટ કલબના તમામ કમિટી મેમ્બર્સ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવાઈ હતી. દરેક સ્પર્ધાના અંતે વિજેતાઓને ઈનામો આપીને કલબ દદ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આમ જામનગરની બહેનો માટે ડિલાઈટ કલબ દર વખતે કંઈક નવું લઇને આવે છે.