Monday, December 23, 2024
Homeરાજ્યસલાયા ગામે રસ્તાના દબાણ મામલે પરિવાર ઉપર હથિયારો વડે હુમલો

સલાયા ગામે રસ્તાના દબાણ મામલે પરિવાર ઉપર હથિયારો વડે હુમલો

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સલાયા ગામ નજીક એક મુસ્લિમ પરિવાર દ્વારા રસ્તા પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવતા તેમને અટકાવવા ગયેલા વૃધ્ધ તથા તેમના પુત્રો ઉપર આઠ શખ્સોએ ધોકાવાળી કરી હતી. જેમાં એક યુવાનને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જ્યારે અન્ય વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.

- Advertisement -

આ સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના ખારી વાડી વિસ્તારમાં રહેતા કાસમ ઓસમાણભાઈ સોઢા નામના 50 વર્ષિય સંધી મુસ્લિમ આધેડના પિતા હાજી ઓસમાણભાઈ સોઢા તેમના ઘરથી થોડે આગળ અકબર મામદની વાડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યાં અકબરભાઈના પરિવારજનો દ્વારા સેઢા પાસે લાકડા તથા તાર બાંધવામાં આવ્યા હતા. આ કથિત ગેરકાયદેસર દબાણ છોડવા અંગે અગાઉ જણાવવા છતાં પણ તેઓએ તાર નાખી, રસ્તા પર દબાણ કરતા હોવાથી આખરે હાજી ઓસમાણભાઈ રસ્તા પરના લાકડા અને તાર હટાવતા આ અંગેનો ખાર રાખી, આ સ્થળે રહેલા અકબર મામદ સાથે જાવીદ જુસબ ગજ્જણ, નવાજ અકબર, ઇબ્રાહિમ આમદ સંઘાર, સાજીદ અબ્બાસ, જુસબ હાજી સંઘાર, રીયાઝ હુશેન તથા અબ્દુલ અલીમામદ નામના કુલ આઠ શખ્સો આ સ્થળે ધારીયા તથા લાકડા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપીઓ દ્વારા હાજી ઓસમાણ સોઢને બિભત્સ ગાળો કાઢી, માર મારવામાં આવતા તેમને બચાવવા માટે આવેલા તેમના પુત્ર કાસમભાઈ તથા હુશેન, રસીદ ઈસ્માઈલ, સુગરા આમદ, જેનમબેન હુસેનભાઈ, હાજરાબેન ઓસમાણ વિગેરે પરિવારજનોને પણ આરોપીઓએ બેફામ માર મારતા ફરિયાદી કાસમ ઓસમાણભાઈ સોઢાને વઘુ ઈજાઓ થવા પામી હોવાથી ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. જ્યારે અન્ય પરિવારજનોને સામાન્ય ઈજા થઈ હતી. આ બનાવ બનતા સલાયાના પીએસઆઈ પી.સી. સિંગરખીયા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને નિવેદનો નોંધી આરોપીઓની અટકાયત કરી હતી.

આ સમગ્ર બનાવ અંગે સલાયા મરીન પોલીસે કાસમભાઈ સોઢાની ફરિયાદ પરથી સલાયાના આઠ શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular