Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયફેસબુકનું મોટું નિવેદન કહ્યું તે માહિતી અને પ્રસારણ મંત્રાલયના નિયમોના પાલન...

ફેસબુકનું મોટું નિવેદન કહ્યું તે માહિતી અને પ્રસારણ મંત્રાલયના નિયમોના પાલન માટે તૈયાર

- Advertisement -

દેશમાં ચાલી રહેલી તમામ વિદેશીવ ઈન્ટરનેટ મીડિયા કંપનીઓ માટે નક્કી નિયમોનું પાલન કરવાની ડેડલાઇન આવતીકાલે એટલે કે 26મે ના રોજ પૂર્ણ થઇ રહી છે. ત્યારે ફેસબુકનું મોટું નિવેદન સામે આવ્યું છે અને કંપનીએ કહ્યું છે કે તે માહિતી અને પ્રસારણ (IT) મંત્રાલયના નિયમોનું પાલન કરશે. અલબત કેટલાક મુદ્દા અંગે વાતચીત થઈ રહી છે. ફેસબુકના પ્રવક્તાએ કહ્યું છે કે અમારો લક્ષ્ય ITને લગતા નિયમોનું પાલન કરવાનો છે તેમ જ એવા કેટલા મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે,જેમાં સરકાર સાથે વાતચીત કરવી ખૂબ જરૂરી છે.

- Advertisement -

કેન્દ્ર સરકાર દ્વારા 25 ફેબ્રુઆરી 2021ના દેશના ઇલેક્ટ્રોનિક્સ તથા આઈટી મંત્રાલય તરફથી ડિજિટલ કન્ટેન્ટને રેગ્યૂલેટ કરવા માટે ત્રણ મહિનાની અંદર ગ્રીવાન્સ ઓફિસર, કમ્પાયન્સ ઓફિસર, નોડલ ઓફિસરની નિમણૂક કરવાની જવાબદારી આપવામાં આવી હતી અને આ બધાનું કાર્યક્ષેત્ર ભારતમાં હોવું જોઈએ. કેન્દ્ર તરફથી આપવામાં આવેલા આદેશ પ્રમાણે કંપનીઓએ કમ્પલાયન્સ અધિકારીની નિમણૂક કરવી પડશે અને તેનું નામ તથા કોન્ટેક્ટ એડ્રેસ ભારતનું હોવું જોઈએ, 15 દિવસની અંદર ફરિયાદ નિવારણ કરવાની વ્યવસ્થા, વિવાદાસ્પદ પોસ્ટ પર નજર રાખવા જેવી સામાન્ય વસ્તુ નવા નિયમોમાં સામેલ છે. 

 કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ફેબ્રુઆરીમાં કેટલાક નિયમોનું પાલન કરવા માટે આદેશ આપ્યો હતો. આ માટેની સમય માર્યાદા 26 મે એટલે કે આવતીકાલે પૂરી થઈ રહી છે.

- Advertisement -

નવા નિયમ પ્રમાણે ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મે સરકારના નિર્દેશ કે કાયદાકીય આદેશ બાદ 36 કલાકની અંદર વિવાદાસ્પદ સામગ્રીને હટાવવી પડશે. નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા મધ્યસ્થ સહિત બધા મધ્યસ્થોએ યૂઝર્સ કે પીડિતોની ફરિયાદ પ્રાપ્ત કરવા અને તેને ઉકેલવા માટે ફરિયાદ નિયંત્રણ તંત્ર સ્થાપિત કરવું જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular