Tuesday, October 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં બે જૂથ વચ્ચે કરાયેલા હુમલામાં સામસામી ફરિયાદ

જામનગર શહેરમાં બે જૂથ વચ્ચે કરાયેલા હુમલામાં સામસામી ફરિયાદ

ઘર પર પથ્થરમારાના બનાવનો ખાર રાખી મામલો બીચકયો : કાકા-ભત્રીજા ઉપર બે શખ્સો દ્વારા ધોકા અને છરી વડે હુમલો : સામાપક્ષે કાકા ભત્રીજાએ પાઈપ અને છરી વડે વળતો હુમલો કર્યો

- Advertisement -

જામનગર શહેરના દેવનગર બાવરીવાસ વિસ્તારમાં ઘર પર પથ્થરો ફેંકવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી બે શખ્સો દ્વારા છરી અને લાકડાના ધોકા વડે યુવાનત તથા તેના ભત્રીજા ઉપર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે બે શખ્સો દ્વારા યુવક સહિતના બે વ્યક્તિઓ ઉપર છરી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ખુલ્લા ફાટક પાસે આવેલા દેવનગર બાવરીવાસમાં રહેતાં શૈલેષ પ્રફુલ્લભાઈ ટુવા નામના યુવાનના ભત્રીજાને ઘર પર પથ્થર ફેંકવા બાબતે થયેલી બોલાચાલીના ખાર રાખી અર્જુન વિજય કોળી તથા રોહિત જીવણ ડાભી નામના બે શખ્સોએ છરી અને લાકડાના ધોકા સાથે આવી શૈલેષભાઈના દરવાજાને લાત મારી તોડી નાખી નુકસાન પહોંચાડયું હતું. તેમજ શૈલષભાઈનો ભત્રીજો મિતેશ બહાર હતાં બંને શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. અને શૈલેષભાઈ ઉપર લાડકાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. બંને શખ્સોએ કાકા-ભત્રીજા ઉપર હુમલો કર્યો હતો. જેમાં સામાપક્ષે શૈલેષ અને મુકેશ દ્વારા અર્જુન કોળી ઉપર લોખંડના પાઈપ તથા છરી વડે વળતો હુમલો કરી અર્જુન અને રોહિતને ગાળો કાઢી માર માર્યો હતો. આમ સામસામા કરાયેલા હુમલામાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.

આ બનાવમાં શૈલેષભાઈના ઘર ઉપર કોઇએ પથ્થરના ઘા કર્યાની બાબતે મામલો બીચકયો હતો અને બંને પક્ષો દ્વારા સામસામા ધોકા પાઈપ અને છરી વડે હુમલો કરાયાના બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ એમ.વી. દવે તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ શૈલેષભાઈ અને સામાપક્ષે અર્જુન કોળીના નિવેદનના આધારે સામસામી મારામારીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular